Youth Camp 2016

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી યુ.કે.લંડન ખાતે ત્રિદિનાત્મક યુવા શિબિર, લંડન વિસ્તારના ૯૨ યુવકો યુવતીઓ જોડાયા #SGVP #GurukulParivar #UK

યુ.કે.ના લંડન વગેરે શહેરોમા વસતા ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થીઓ અને હરિભકતોના આગ્રહથી,:શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી સંત મંડળ સાથે, લંડન ઉપરાંત, ઓલ્ડહામ, બોલ્ટન, લેસ્ટર, નોર્ધમ્પટન, લ્યુટન, ઇસ્ટ લંડન, કાર્ડિફ, કેમ્બ્રીજ, વગેરે યુ,કે.ના વિવિધ વિસ્તારોમા પધારી, વિચરણ દરમ્યાન હિન્દુ લાઇફ-સ્ટાઇલ સેમિનાર, સત્સંગ સભાઓ તથા કથા પારાયણો વગેરે કરી સંસ્કારિત કર્યા.
ત્યારબાદ છેલ્લે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને ભકિતવેદાન્ત સ્વામી તથા કુંજવિહારીદાસજી સ્વામીની આગેવાની નીચે, બાળકોમા ભારતીય સંસ્કૃતિના ઉચ્ચત્ત્।મ સંસ્કારોનુ સિંચન થાય, નાના ભાંડુઓ પ્રત્યે સુહૃદભાવ જાગે, વડિલો પ્રત્યે ગુરુ ભાવ પ્રગટે, મહાપુરુષોના જીવન ચરિત્રો જાણે તેવા શુભ હેતુથી, લંડન ખાતે યુવાશિબિર (યુથકેમ્પ) નુ આયોજન કરવામા આવેલ, જેમા ૯૨ ભાઇઓ-બહેનો જોડાયા હતા.
ત્રિદિવસીય શિબિરમા યુવાનોને રસ પડે તેવા આયોજનો કરવામા આવ્યા હતા. જેમા અહિ સા ધર્મનુ વિસ્તૃત માહિતી આપતુ ઓડિયો વિઝયુઅલ પ્રેઝન્ટેશન, આનંદદાયક રમતો, વિવિધ સ્પર્ધાઓ, સંકીર્તન સરિતા, યોગ, પ્રાણાયામ, કેમ્પ ફાયર, વગેરે કાર્યક્રમો યોજાયેલ.
પ્રથમ દિવસે દિપ પ્રાગટ્ય બાદ ઠાકોરજીનુ પૂજન અને બાળકોમા સ્નેહ અને સુહૃદ ભાવ પ્રગટે તેવા હેતુથી આઇસ બ્રેકીંગ ગેઇમ્સનુ આયોજન કરવામા આવેલ. તેમજ જયેન રાઘવાણી અને સચિન રાઘવાણીએ શિક્ષાપત્રીનું માહાત્મ્ય સમજાવ્યુ હતુ .
આ પ્રસંગે માધવપ્રિયદાસજી સ્વામીએ બાળકોને રસ પડે અને જીવનમા સંસ્કારોનુ ઘડતર થાય તેવી અંગ્રેજીમા પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓ કહી બાળકોને આનંદીત કર્યા હતા. બાલિકા વિભાગમાં ડો. સોનલબેન હાલાઇ તથા દર્શિતાબેન જાદવાઓ હિન્દુ ધર્મની વિશિષ્ટતા તેમજ બાલિકાઓમાં ઉઠતા અનેક પ્રશ્નોની છણાવટ કરી હતી.
આ શિબિર દરમ્યાન શ્રી ભકિતવેદાંત સ્વામી, કુંજવિહારીદાસજી સ્વામી, વિશ્વમંગલદાસજી સ્વામી અને શ્રુતિવલ્લભદાસજી સ્વામીએ બાળકોને પ્રેરણાત્મક અંગ્રેજીમા વાર્તાઓ કરી બાળકો દ્વારા પૂછાયેલ અનેક પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આ શિબિરની સફળતા માટે રવજીભાઇ હિરાણી, ગોવિંદભાઇ કેરાઇ, ગોવિંદભાઇ રાઘવાણી, વિશ્રામભાઇ વરસાણી, દિનેશભાઇ હિરાણી, જયેશભાઇ રાઘવાણી, દિનેશભાઇ જાદવા, તરુણભાઇ કાનાણી, નીતિન પટેલ, ચેતન વરસાણી, પ્રદિપ પટેલ, યશ દવે, નિલ પટેલ, કાંતાબેન હિરાણી, સરલાબેન જાદવા, તેમજ એસજીવીપી ગુરુકુલ પરિવારના યુવાન ભાઇ અને બહેનોએ ખૂબજ ઉત્સાહથી જહેમત ઉઠાવી હતી.અને આગમી ૨૦૧૭, જુલાઇ માસમા યોજાનાર શિબિરમા પણ જોડાવાના છીએ તેમ જણાવી ઉચા હાથ કરીને તોને અભિવાદન કર્યુ હતુ .
 

Photo Album

https://picasaweb.google.com/113000949000742086206/6313567666060488241

 

tags: